Thursday, May 23, 2013

ગઝલ

સુખ વિશેની વ્યાખ્યા ગઝલમાં લખવામાં કલમ મરકી જાય છે
લાખ ટહુકા કોયલ કરે તો યે ચોમાસુ પણ ભટકી જાય છે

ખ્યાલ ભ્રામક છે..છતા ભરમાવું છું ગઝલમા મારી સદા
હું નથી પારંગત છતા યે મારી આ કલમ સરકી જાય છે

હોય છે સૂરજના ઘરે અંધારૂં એ સતત બોલ્યા તો કરૂં!!
કોઇ ઔરતને ચાંદની બોલી..તો ચાંદની ભડકી જાય છે

ના કળી,ના ખૂશ્બૂ..બગીચાની વાતો છતાં કાગળમા લખી
પ્રાસમાં અક્ષરોનું મરણ થાતા..તાજા ફુલો સળગી જાય છે

આ અઢી અક્ષરી પ્રેમના નામે કેવા અડપલા છે પ્રાસમાં
પ્રેમનાં નામે આ સમયની શાખે જિંદગી લટકી જાય છે

વારસાગત ના હો ખુમારી મારી..પણ ગઝ લખતા મે લખી
પ્યાસના નામે જિંદગી શાયરની..પ્રાસમા હરખી જાયછે

No comments: