હ્રદય પર હાથ રાખો અમે ત્યાં ધડકતા મળીશું
આંખ બંધ કરો અમે ત્યાં સદા સરકતાં મળીશું
ભલે તમે અમોને મળૉ સદા સપનામાં તો શું?
રાતનું હોય કે સવારનું અમે મલકતા મળીશું
તમોને ભલે ના ગમે અંધારી અમાશની રાત
કદી ના આથમે તારક,એવા ચમકતાં મળીશું
અમીભરી દ્રષ્ટિ કાજે જિંદગી વિતાવી નાખીશું
ને અંમૃતકુંભ સામે અમે સદા તરસતા મળીશું
આજે ભલે દિલમાં ના વસાવી શકો અમોને
કાલે તમારી આંખોમાંથી અમે વરસતાં મળીશું
ચાતકની જેમ અમારી તરસ જાગે તો કહેજો
વાદળૉની પાછળ અમે સદા ગરજતા મળીશું
મોકો આપો પવનની જેમ અદ્રશ્ય ર્સ્પશવાનો?
ને પછી તમારી ઊડતી લટૉમાં ફરકતાં મળીશું
એક વાર વ્હાલનો હવાલો અમોને આપી જુઓ
ને સદા તમારી લાગણીને કાજે ભટકતા મળીશું
લાગણીની ખાતાવહી કોરી ના રહે તમારી,નરેન
ને’મહોતરમાં’તમારી માંગણીને ખતવતાં મળીશું
No comments:
Post a Comment