તારી સાથે પલળવાનું મન થયું,..
એ જ વરસાદની,..
બુંદો ને સ્પર્શવાનું મન થયું,..
ઝાંઝર ની એ ઝણકારમાં,
ગુનગુનાવાનું મન થયું,..
તડપતી એ દ્રષ્ટિ માં,
તને જોવાનું મન થયું,..
ઢેલ બની નૃત્ય કરી ,
તને પુકારવાનું મન થયું,
ચંદ્ર ની શીતળતા માં,.
તને ઓઢવાનું મન થયું,..
શીદ ને સંતાણો તું??
આવ ને, સંતાકુકડી રમવાનું મન થયું,,.
પાણી ની આ ઝરમર માં
સાથે છબ-છબિયા કરવાનું મન થયું,.
ફરી આજે ,..
તારી સાથે પલળવાનું મન થયું
તારી સાથે પલળવાનું મન થયું!!!
1 comment:
Hey Yash, its a very nice poetry. i didnt know you such good. good man.
Post a Comment